જયદેવ જયદેવ જય કપિ બળવંતા, ૧/૨

પદ ૮૬૧ – શ્રી હનુમાનની આરતી- પદ ૧/૨
 
જયદેવ જયદેવ જય કપિ બળવંતા, (૨)સુર નર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા; જય.
પ્રૌઢ પ્રતાપ પવનસુત ત્રિભુવન જયકારી ;(૨)અસુર રિપુ મદમર્દન (૨) ભવસંકટ હારી. જય. ૧
ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહિ જંપે, (૨)હનુમંત હાક સુણી રજનીચર (૨) થરથર થર કંપે. જય. ૨
રઘુવર સહાય ઉલંઘે સાગર અતિ ભારી, (૨)સીતા શોધ લે આયે (૨) કપિ લંકા જારી. જય. ૩
રામચરન રતિદાયક શરણાગત ત્રાતા, (૨)પ્રેમાનંદ કહે હનુમંત (૨) વાંછિત વરદાતા. જય. ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ જય કપિ બળવંતા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી