ચાલો સખી ભલે આવી પૂરણ માસી રે ચાલો જોવા રણછોડ વરતાલવાસી રે ૪/૫

ચાલો સખી ભલે આવી પૂરણ માસી રે, ચાલો જોવા રણછોડ વરતાલવાસી રે;
ચાલો સખી મોરમુગટ ધર્યો વાલે રે, ચાલો સખી વહેલાં જાઇએ વરતાલે રે. 
ચાલો સખી વરતાલ ગોકુળધામ રે, ત્યાં તો નિત્ય રાસ રમે ઘનશ્યામ રે. 
ચાલો સખી જાઇએ હરિના ગુણ ગાતાં રે, બળે પાપ પ્રભુજીને સન્મુખ જાતાં રે. 
ચાલો સખી મોરમુગટ ધરી શ્યામ રે, ઉભા સામો શામળિયો સુખધામ રે. 
ચાલો સખી જોઇએ છેલ છોગાળો રે, વાલો શ્રીરણછોડ વરતાલવાળો રે. 
ચાલો સખી મુગટસહિત મુખ જોઇએ રે, ચાલો સખી જનમમરણ દુઃખ ધોઇએ રે. 
ચાલો ત્યાં તો આનંદ ઉત્સવ થાય રે, જોઇ વાલો આનંદ અંગ ન માય રે. 
ચાલો સખી પુનમે જોઇએ પૂરણચંદ રે, વાલાપર વારી જઇએ પ્રેમાનંદ રે.  ૮ 

મૂળ પદ

જેજે શ્રીરણછોડ છેલ છબિલા રે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી