આજ મહોત્સવ હે અતિભારી , આજ.૧/૨

 આજ મહોત્સવ હે અતિભારી , આજ.
કાર્તિક માસ પુનો પરિપૂરન, આઇ અનુપમ દેવદિવારી. આજ. ૧
શોભા સરસ બની હે દીપનકી, ઝગમગ હો રહી ભવન અટારી;
માનુ ગગન બિચ અમલ ઉડુગણ, તિમિર નિવારી સોહત છબી ન્યારી. આજ. ૨
દીપમાળ દીપત અતિ સુંદર, ધૃત બાતિ પૂરન મહતારી;
ગોપસખા બિચ બેઠે મોહન, દીપમાળ દેખત ગિરિધારી. આજ. ૩
બાજત બાજા વિવિધ ભાતકે , ગાવતી પ્રેમભરી વ્રજનારી;
પ્રેમાનંદ ઘનશ્યામ વદનપર, તન મન પ્રાણ જાત બલિહારી. આજ. ૪

મૂળ પદ

આજ મહોત્સવ હે અતિભારી , આજ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી