આજ વસંત પ્રથમ દિન આવ્યો, સઉ જનને સુખકારી;૧/૪

માઘશુક્લ વસંતપંચમીથી ગાવાનાં પદો

પદ ૮૯૫ મું, -રાગ બિલાવત- પદ ૧/૪
આજ વસંત પ્રથમ દિન આવ્યો, સઉ જનને સુખકારી;
છુટી લાજ આજથી સજની ઉપજ્યો, આનંદ ભારી.             આજ. ૧
વન તરૂ લતા વેલી પ્રેમાતુર, વનપલ્લવ થઇ સારી;
કુંજકુંજ પ્રતિ કોકિલા સુંદર, બોલત વસંત ખુમારી.             આજ. ૨
શ્રી ઘનશ્યામ પિયા સંગ રમવા, અતિઆતુર વ્રજનારી;
અંગોઅંગ ફૂલી સઉ અબળા , નૌતમ નેહ વધારી.               આજ. ૩
રચ્યો મનોરથ રમવા સારૂં, થઇ તરૂણી સઉ ત્યારી;

તન મન ધન શ્યામ છબી પર , પ્રેમાનંદ બલહારી.             આજ. ૪ 

મૂળ પદ

આજ વસંત પ્રથમ દિન આવ્યો, સઉ જનને સુખકારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0