ચાલો સખી સહુ વસંત વધાવા, ધર્મવંશીને દ્વારે;૨/૪

પદ ૮૯૬ મું. – રાગ બિલાવત – પદ ૨/૪
 
ચાલો સખી સહુ વસંત વધાવા, ધર્મવંશીને દ્વારે;જોતાં વદન શ્રીધર્મકુવરનું , મટે અંગ મદનવિકાર.  ચાલો. ૧
મંગળ થાળ ભરો ભામિનીયો, સજો સોળે શણગાર;શ્રીફળ આંબામોર અક્ષત, લઇ પૂજીયે ધર્મકુમાર.  ચાલો. ૨
અબીર ગુલાલ અરગજા કુંકુમ, કેસર મૃગમદ સાર;પ્રેમપુલકી ઘનશ્યામ પિયાપર, છાંટીએ વારમવાર.  ચાલો. ૩
ધન્ય ધન્ય ભાગ્ય આપણાં સજની, ધન્ય લેખે અવતાર;પ્રેમાનંદ ઘનશ્યામ પિયાસંગ, વાધ્યો પ્રેમ અપાર.  ચાલો. ૪

મૂળ પદ

આજ વસંત પ્રથમ દિન આવ્યો, સઉ જનને સુખકારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
2
0