આજ સખી શામળિયો વાલો , પરોણા ઘેર આવ્યા; ૧/૧

 પદ ૮૯૯ મું. –રાગ વસંત થાળ –પદ ૧/૧

આજ સખી શામળિયો વાલો , પરોણા ઘેર આવ્યા;
થાલ ભરીને મેં તો મોટે મોતીડે વધાવ્યા . આજ. ૧
કરસાઇ ને મેં તો કૃષ્ણ જીવનનેં, મંદિરમાં પધરાવ્યા;
નોતરિયાં નારાયણ મેં તો , બહુવિધ પાક બનાવ્યા             આજ. ૨
ષટ રસ ચાર પ્રકાર સુધારી , થાળ ભરીને લાવ્યા;
કંચન કળશ ભરીને શીતળ, જળ જમુનાનાં લાવ્યા.            આજ. ૩
લાડુ પેંડા જલેબી ઘેબર , બહુ પકવાન પિરસાવ્યા;
શાક પુર્યા બહુ કનકકટોરે, જે હરિને મન ભાવ્યા.                આજ. ૪
ભજીયાં વડાં ફાફડા પાપડ , તળેલ તાતાં તાવ્યા;
લીંબુ આદા કેરીનાં બહુ અથાણાં મંગાવ્યા.                          આજ. ૫
દાળ ભાત પિરસીને સાકર , નાંખી દૂધ ઓટાવ્યાં;
દૂધ ભાત જમાડી હરિને, હેતે ચળું કરાવ્યાં.                         આજ. ૬
પાનબીડાં અમારા હરિએ , હાથોહાથ લઇ ચાવ્યાં;
પ્રેમાનંદના નાથને ભેટી , તનના તાપ શમાવ્યા.                 આજ. ૭
 

મૂળ પદ

આજ સખી શામળિયો વાલો , પરોણા ઘેર આવ્યા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી