ખેલે ગોવિંદ ગોપીસંગ , હો નવરંગી કુંવર નંદનો.૩/૪

પદ ૯૩૨ મું. –રાગ ગરબી- ૩/૪
 
ખેલે ગોવિંદ ગોપીસંગ , હો નવરંગી કુંવર નંદનો. ખેલે.
પહેર્યા હાર ગુલાબી વ્હાલે ચંદન ચર્ચ્યા અંગે . હો.નવ .૧
અબીર ગુલાલ ફાંટ ભરીને , ઉડાવે છે ઉમંગે . હો.નવ.૨
હોળી ગાવે ને રંગ ઉડાવે , વાજે તાલ મૃદંગ . હો.નવ.૩
પ્રેમાનંદના નાથની શોભા , જોઇને લાજે અનંગ. હો.નવ. ૪ 

મૂળ પદ

રમે હોળી જમુનાતીરે, હો બળવીર બિહારી સાંવરો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી