સ્વપનુ હરો માવ મારુ, સ્વપનુ હરો માવ ૧/૧

સ્વપનું હરો માવ મારું, સ્વપનું હરો માવ,
સત્યમાં લઇ જાઓ મને, સત્યમાં લઇ જાવ,
મોહનિદ્રાથી બારો કાઢી, જગાડી દો હે માવ...સત્ય૦ ટેક.
સ્વપ્નું છે સંસાર એમાં થયો મને પ્યાર,
કરો એનો સંહાર તમે દયા કરી કીરતાર,
ઘોર ઉંઘથી જગાડો મને સત્યમાં સમાવ,
જ્ઞાન આપીને માવ મને, સત્યમાં લઇ જાવ,
હો મને સત્યમાં લઇ જાવ...૧
ખોટા આ દેહમા ને, દુનિયામાં હે નાથ,
મોહ થયો છે મને, તમે છોડાવો હે નાથ,
દયા કરો આ વાર, મને જીતાડો આ દાવ,
હાથ ઝાલીને માવ મને, સત્યમાં લઇ જાવ,
હો મને સત્યમાં લઇ જાવ...૨
સર્વોપરી શ્રીજી મારા, પ્રાણતણા આધાર,
ધામ તમારું સત્ય, અને મૂર્તિ છે આધાર,
કેવળ કૃપા કરી મને, એમ સમજાવ,
દયા કરીને માવ મને, સત્યમાં લઇ જાવ,
હો મને સત્યમાં લઇ જાવ...૩
માયા તારી મહા નઠારી, જુઠું જણાવે સત્ય,
અજ્ઞાની અમ જીવની, મોહ પમાડે છે મત્ય,
આધાર મારે એક તારો, પકડું તારા પાવ,
જ્ઞાનજીવનને દયા કરી, સત્યમાં લઇ જાવ,
હો મને સત્યમાં લઇ જાવ...૪

મૂળ પદ

સ્વપનું હરો માવ મારું, સ્વપનું હરો માવ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી