ગિરિધારી ગિરિધારી બેઠા છે ડોળે ગિરિધારીરે, જાઉં વદનપર વારી.૪/૪

પદ ૯૭૧ મું. – રાગ ફૂલડોલનો – પદ ૪/૪
 
ગિરિધારી ગિરિધારી બેઠા છે ડોળે ગિરિધારીરે, જાઉં વદનપર વારી. બેઠા.
ઉડે અબીર ગુલાલ અરગજા , રંગ ભરી પિચકારી. બેઠા. ૧
વાજે તાલ મૃદંગ ઝાંઝ ડફ , ગાયે ફાગ વ્રજનારી. બેઠા. ૨
છાંટે રંગ ગુલાલ શ્યામપર, રંગભીની રાધા પ્યારી. બેઠા. ૩
શ્રીઘનશ્યામ છબીપર તન મન, પ્રેમાનંદ બલિહારી. બેઠા. ૪ 

મૂળ પદ

ફૂલડોળે ફૂલડોળે બેઠા છે નાથ ફૂલડોળે, ઉડે રંગની છોળે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી