સુણો સતસંગી, ધર્મકુંવર સાથે પ્રીત નહિ જેને; ૧/૪

સુણો સતસંગી, ધર્મકુંવર સાથે પ્રીત નહિ જેને;
	હોયે વહાલો તોયે, શત્રુ સમ જાણીને તજવો તેને...ટેક.
જુવો પ્રહ્લાદે પિતા ત્યાગ્યો, નિજ બંધુ તજીને વિભીષણ ભાગ્યો;
		બળિ ગુરુ તજીને હરિ પદ લાગ્યો...સુણો૦ ૧
જાણી ભરતે તજી નિજ મહતારી, પતિ તજી ભજ્યા હરિ વ્રજનારી;
		સહુ જગમાં કે’વાયા મંગલકારી...સુણો૦ ૨
માટે તે જ પૂજ્ય પ્રીતમ ભાઈ, જેને મળતાં સાંભરે હરિ સુખદાઈ;
		હરિ હેતે આવે હૈયું ભરાઈ...સુણો૦ ૩
જેને હરિ હરિજન સાથે પ્રીતિ, તે તો જાશે આ જગમાં જીતી;
		પ્રેમાનંદ કહે થાશે નહીં તો ફજીતી...સુણો૦ ૪
 
 

મૂળ પદ

સુણો સતસંગી, ધર્મકુંવર સાથે પ્રીત નહીં જેને ;

મળતા રાગ

સત્સંગ વિના, જન્મ મરણ ભ્રમજાળ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત
ઉપદેશરસ
Studio
Audio
0
0