ઘનશ્યામ વિના, બીજે ઠેકાણે જે જન પ્રીતિ જોડે;૩/૪

પદ ૯૮૨ મું.- રાગ સામેરી- પદ ૩/૪
 
ઘનશ્યામ વિના, બીજે ઠેકાણે જે જન પ્રીતિ જોડે;તે તો મંદમતિ વિખ ફલ લાવે, અમૃતના વન ગોડે. ઘન.ટેક
જે હરિ વિના હેત બીજે કરશે, લખ ચોરાસી જાતના દેહ ધરશે;પછી પરવશ માર ખાતાં મરશે. ઘન.૧
જેણે ધર્મકુંવર મેલ્યા વિસારી, તે તો જીતી બાજી ગયા હારી;નવ માસ માતાને ભારે મારી. ઘન.૨
આવ્યો અમુલખ અવસર તે જાશે, પછી હાથ ઘસી ઘસી પસ્તાશે;તે તો હરિના ચોર નિશ્ચે થાશે. ઘન.૩
માટે સર્વ થકી પ્રીત તોડીને , એક હરિના ચરણાં જોડીને;જાશે ધામ પ્રેમાનંદ દોડીને. ઘન.૪ 

 

મૂળ પદ

સુણો સતસંગી, ધર્મકુંવર સાથે પ્રીત નહીં જેને ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી