ચિંતા ચિત્તમાં આણી રે , પ્રભુ ભજી લેને પ્રાણી;૩/૪

પદ ૧૦૦૬ મું.- રાગ ખમાચ – પદ ૩/૪
 
ચિંતા ચિત્તમાં આણી રે , પ્રભુ ભજી લેને પ્રાણી;  ચિંતા. ટેક
પ્રાણનાથ ગોવિંદ ભજ્યા વિના, ફરીશ ચારૂ ખાણી રે.  પ્રભુ.૧
ખર થાઇશ ત્યારે ખાવા ન પામીશ, મરીશ ઘંટીયું તાણી રે.  પ્રભુ.૨
નાકમાં નાક આંખ પર પાટો , તાણીશ રાત દિન ઘાણી રે.  પ્રભુ.૩
પ્રેમાનંદ કહે મેલ વિષયસુખ, ભજી લે સારંગપાણી રે.  પ્રભુ.૪ 

મૂળ પદ

ભજી લે નારાયણ સ્વામી રે, આવો અવસર પામી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી