જનમ સંગાથી રે ભજ બલવીરને રે;૪/૪

પદ ૧૦૧૯ મું. – રાગ ગરબી – પદ ૪/૪
 
જનમ સંગાથી રે ભજ બલવીરને રે;અંતકાળે કઠણ જણાયે છે કામ રે.  જનમ. ટેક
એણે સમે કોઇ રે નવ ધરે ધીરને રે;મેલવું છે જરૂર ધન ને ધામ રે.  જનમ.૧
નાડીયો ત્રુટીને રે થાશે નોખિયો રે;કંઠમાં થાશે કફનું જોર રે
નવ દરવાજેથી રે ઉઠશે ચોકીયો રે;ત્યારે તું માનીશ દૈવના ચોર રે .  જનમ.૨
જમકિંકર રે આવી તને ઝાલશે રે;થાશે તારા પ્રાણતણા પરિયાણ રે .
કોટિક વિંછીની રે, વેદના ચાલશે રે;કુડીયાં કુટશે સહુ તારી કાણ રે.  જનમ.૩
આવો અવસર રે અભાગી નર પામીને રે;ચાલ્યો તું જરૂર જમને દ્વાર રે.
પ્રેમાનંદ કહે છે રે ભજ મારા સ્વામીને રે;હમણે છોડાવું તને નહીં લાગે વાર રે.  જનમ.૪ 

મૂળ પદ

સહજાનંદ સ્વામી તું ભજને પ્રાણિયા રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી