કાને કંઇક કૌતક કરિયુંરે, નંદના નાનડિયે;૫/૮

પદ ૧૪૯૯ મું.૫/૮

કાન કંઇક કૌતક કરિયુંરે, નંદના નાનડિયે;

ચિતવણીમાં ચિત્ત હરિયુંરે, નંદના નાનડિયે. 

માંહી મગન થઇ વ્રજનારીરે, નંદના નાનડિયે;

ચાલી ચપલ ચતુર પણિયારીરે, નંદના નાનડિયે. 

ગઇ ગુજરી મલપતી ઘેરરે, નંદના નાનડિયે;

થયું દુરિજનિયાં સાથે વેરરે, નંદના નાનડિયે. 

કહે શું થયું પૂછે સહુનેરે, નંદના નાનડિયે;

લાગી નજર કોઇકની વહુનેરે, નંદના નાનડિયે. 

કરે વલોપાત જોઇ ઘરનારે, નંદના નાનડિયે; 

પ્રેમાનંદકે જાદુ નટવરનારે, નંદના નાનડિયે. 

મૂળ પદ

મુને રોકો માં મારગ જાતારે, કાન કેસરિયા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી