ઘેરે કામકાજ નવ સુજેરે, લાગી આંખડલી;૬/૮

પદ ૧૫૦૦ મું૬/૮
 
ઘેરે કામકાજ નવ સુજેરે, લાગી આંખડલી;ઉંડો અંતર ઘા નવ રૂઝેરે, લાગી આંખડલી. 
ઘરમાં સુઇ રહે રાત દહાડેરે, લાગી આંખડલી;થયો ઘરમાં તે મોટો ભવાડોરે, લાગી આંખડલી. 
નવ ખાયે પીયે બોલે ચાલેરે, લાગી આંખડલી;કીધાં કામણ નંદને લાલેરે, લાગી આંખડલી. 
છુટો નેહ સગાં તન તણોરે, લાગી આંખડલી;અંતરમાં તો આનંદ ઘણોરે, લાગી આંખડલી. 
કાંઇક પાનબીડીમાં આલ્યુંરે, લાગી આંખડલી;પ્રેમાનંદને પ્યારે ઘર ઘાલ્યુંરે, લાગી આંખડલી.  ૫ 

મૂળ પદ

મુને રોકો માં મારગ જાતારે, કાન કેસરિયા;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી