પોતે પોતાના હાથે બેઠા વડતાલમા સ્વામિનારાયણ સાક્ષાત ૧/૧

પોતે પોતાના હાથે બેઠા વડતાલમાં, સ્વામિનારાયણ સાક્ષાત,
હરિકૃષ્ણજી નામે બેઠા વડતાલમાં...સ્વા૦ ટેક
જેવા ધામે છે તેવા વડતાલમાં, આપે દર્શન અખંડ મારો વાલમાં,
આવે દર્શને ભકતો લાખો...વડતાલમાં૦ ૧
જુઓ કેવા હસે છે મારો વાલમાં, કેવા ખંજન પડે છે બેય ગાલમાં,
એવા સદા વાલીડો શોભે...વડતાલમાં૦ ૨
મને શ્રદ્ધા ઘણી છે પ્રતિપાળમાં, આવા બ્રહ્માંડે નથી હરિ હાલમાં,
આજ આપે ભકતોને મોક્ષ...વડતાલમાં૦ ૩
એવું પોતે બોલ્યા'તા મારો વાલમાં, સદા પ્રગટ રહીશ વડતાલમાં,
જ્ઞાનજીવન કે' માનો વાત સાચી...વડતાલમાં૦ ૪

મૂળ પદ

પોતે પોતાના હાથે બેઠા વડતાલમાં

મળતા રાગ

આજ કળિયુગમાં પરચા પુરે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી