મોરલી વાજે રે મીઠી મોરલી વાજે, સખી સાંભળને શામળિયાજીની મોરલી વાજે ૧/૪


મોરલી વાજે રે મીઠી મોરલી વાજે,
	સખી સાંભળને શામળિયાજીની મોરલી વાજે...ટેક.
મીઠે સ્વરે મોહનજીની મોરલી ગાજે,
	સાંભળવાને સૈયર મારું દિલડું દાઝે	...મોરલી૦ ૧
આવે રે અલબેલો વીંટયા ગોવાળે ઝાઝે,
	ગાતા આવે ગિરિધર સુંદર સમાજે	...મોરલી૦ ૨
મોરમુગટ ને કાને કુંડળ વરમાળા રાજે,
	નંદકુંવરને નીરખી કોટી કંદર્પ લાજે	...મોરલી૦ ૩
પીતાંબરની પલવટ વાળી છત્ર શિર છાજે,
	પ્રેમાનંદનો વહાલો ચાલો જોવાને કાજે	...મોરલી૦ ૪
 

મૂળ પદ

મોરલી વાજે રે મીઠી મોરલી વાજે

મળતા રાગ

ગોડી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ
શિવરંજની
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ગોપી બની ગયા ગિરધારી
Studio
Audio
0
0