ગાયુંની સાથે રે આવે ગાયુંની સાથે ગાતો આવે ગિરિધર ગાયુંની સાથે૨/૪

પદ ૧૫૫૦ મુ.૨/૪
 
ગાયુંની સાથે રે આવે ગાયુંની સાથે ગાતો આવે ગિરિધર ગાયુંની સાથે.  ગાયું. ટેક
મોહનજીયે ધરિયો મુગટ ફૂલનો માથે, ફૂલડાના હાર ગજરા પે'ર્યા છે નાથે  ગાયું ૧
ફૂલતણા શણગાર સરવે બીજુ નહિ હાથે, વ્રજવિનતા વશ કરવા લીધી વાંસલડી હાથે.  ગાયું. ૨
લટકાં કરતાં આવે વહાલો સખા સંગાથે, વ્રજનારીને વિંધી વહાલે ભ્રકુટીને ભાથે.  ગાયું. ૩
વ્રજવિનતા વહાલાને ભેટી ભરીને બાથે, પ્રેમાનંદકે પૂરણ કીધી પ્રેમનિધી પાથે.  ગાયું. ૪ 

મૂળ પદ

મોરલી વાજે રે મીઠી મોરલી વાજે

મળતા રાગ

ગોડી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નાથ પધાર્યા
Studio
Audio
0
0