અવિલોકી શોભા મારાં નેણરે, ત્રપત ન થાયે રે૪/૪

 પદ ૧૫૬૦ મું.૪/૪

અવિલોકી શોભા મારાં નેણરે, ત્રપત ન થાયે રે ;
જોઇ કંબુ કંઠ સુખરૂપરે, હરખ ન માયે રે.                    ૧
જોઇ ભુજા સરસ સુખરૂપરે, અભય ઉદાર રે;
જોઇ ચિહ્ન ભુજામાંઇ સારરે, જાઉં બલિહારરે.                ૨
જૉઇ ઉન્નત છાતીમાંઇ છાપરે, નેણાં લોભાણારે;
ભેટ્યાં પ્રેમે ભુધર ભરી બાથરે, હાથ વેચાણારે.            ૩
પડે ત્રિવળી સુંદર રસરૂપરે, ઉદરમાંઇ શોભેરે;
ઉંડી નાભી છે કમળ સમાનરે, મુનિ મન લોભેરે.          ૪
જોઇ કટિ સુંદર સુખરૂપરે, મૃગપતિ લાજેરે;
બેઉ સાથળમાંઇ છબી ધામરે, ચિહ્ન બિરાજેરે.               ૫
જોઇ જાનું પિંડી પાવનરે, પાનિયું પ્યારીરે;
જોઇ જુગલ ચરણ સુખપુરરે, પ્રેમાનંદ વારીરે.             ૬
 

મૂળ પદ

અલબેલાજી પ્રાણ આધારરે તમપર વારીરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી