ધર્મતણા કુમાર શોભે ધર્મતણા કુમાર૪/૮

પદ ૧૫૬૪ મું.૪/૮

રાગ-- કાનુડાનું માગું આવ્યું રાધાજીની સાથે 

ધર્મતણા કુમાર શોભે ધર્મતણા કુમાર;

ફૂલડાંમાં ફૂલી રહ્યાં ધર્મતણા કુમાર. ધર્મતણા. ટેક

ફૂલતણું મોલડિયું માથે શોભાનો ભંડાર;

ફૂલતણાં તોરા પર મોહ્યા મધુકર કરે ગુંજાર.    ધર્મતણા. ૧

કેસરની કલંગી સુંદર કરણે કરણીકાર;

પોપ ફૂલના બાજુ હેંડે ડોલરિયાના હાર.         ધર્મતણા. ૨

પારીજાત ને પાડલ કેરા ગજરા કરે અપાર;

ગુલછડીની છડી કરમાં શોભે સરસ સાર.       ધર્મતણા. ૩

ફૂલ દડો ઉછાળતા આવે મંદિરિયે મોરાર;

પ્રેમાનંદ લઇ તન મન હરિપર વારે વારમવાર. ધર્મતણા. ૪ 

મૂળ પદ

ફૂલની બનીરે શોભા ફૂલની બની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
1
0