આંગણિયે આવીરે ઉભા, આંગણિયે આવી૬/૮

પદ ૧૫૬૬ મું.૬/૮

આંગણિયે આવીરે ઉભા, આંગણિયે આવી;
નાથ હમારો ઉભા મારે, આંગણિયે આવી.  આંગણી. ટેક
થાળ ભરી ગજમોતીડે, વહાલાને વધાવી;
પલંગે પધરાવ્યા, મોતી માળા પે'રાવી.  આંગણી. ૧
જુગતેસું જમાડ્યા, ઝાઝા વિંજન બનાવી;
કનક કટોરા ભરી, દૂધ સાકર પાવી.  આંગણી. ૨
રાજીવ લોચન રાજી કીધા, હેતે બોલાવી;
તજ એલાચી આપ્યાં, મુખવાસ મંગાવી.  આંગણી. ૩
વહાલે મુજને દીધો મુખવાસ, મુખમાંથી ચાવી;
પ્રેમાનંદ કે' ઘણા જનમની, આ ફેરે ફાવી.  આંગણી ૪
 

મૂળ પદ

ફૂલની બનીરે શોભા ફૂલની બની

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
0