ગિરિધરજીરે માનો ગિરિધરજી, મારો પાલવ મેલોને ગિરિધરજી .૩/૪

પદ ૧૬૬૮ મું.૩/૪
 
ગિરિધરજીરે માનો ગિરિધરજી, મારો પાલવ મેલોને ગિરિધરજી .  મારો. ટેક
પાલવ મેલોને વહાલા છેલ છબીલા, માનોજી મોહન મારી એ અરજીરે.  મારો. ૧
શા કારણ શામળિયા વહાલા, શિદને થયા છો આવડા ગરજીરે.  મારો. ૨
ગિરિધરિયા ઘેલું મા બોલો, રસિયા જાણી મેં રાજની મરજીરે.  મારો. ૩
પ્રેમાનંદના રે નાથ ઠગારા, શામળિયા સુંદરવરજીરે .  મારો. ૪ 

મૂળ પદ

મન વસિયો રે મારે મન વસિયો, વ્રજરાજ કુંવર મારે મન વસિયો

મળતા રાગ

ખમાચ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી