વહાલી લાગે છે વરણાગી તારી વાંકડી રે	૨/૪

વહાલી લાગે છે વરણાગી તારી વાંકડી રે		...ટેક.
લલિત ત્રિભંગી સુંદર શોભે, સુરનર મુનિનાં મનને લોભે;
	ચાલો ચાલ ચટકતી પે’રી ચાંખડી રે	...વહાલી૦ ૧
સુંદર હસિત વદનની વાણી, સુણતાં વ્રજવનિતા લલચાણી;
	જોઈને મોહી અણિયાળી ચંચળ આંખડી રે	...વહાલી૦ ૨
નવલ મનોહર સુંદર છેલા, ઓરા આવોને અલબેલા,
	મળીએ મોહન બાંધી બાંયે રાખડી રે	...વહાલી૦ ૩
શ્રીઘનશ્યામ છબીના ધામ, પ્રેમાનંદ ભજે આઠો જામ,
	જોયાની લાગી છે નિશદિન ધાંકડી રે	...વહાલી૦ ૪
 

મૂળ પદ

રૂડા લાગો છો, રાજેન્દ્ર મંદિર મારે આવતા રે

મળતા રાગ

ખમાચ (દેશ)

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0