આજ વૃંદાવન રાસ રાધે દેખન જૈયે.૧/૪

 પદ ૧૬૮૫ મું. –૧/૪ રાગ બીહાગ

આજ વૃંદાવન રાસ રાધે દેખન જૈયે. આજ.  ટેક
વિકસ્યો શરદ સુધાકર સુંદર, શોભીત સરસ આકાશ .  રાધે.૧
પ્રફુલ્લિત કુંજ લતા દ્રુમ બેલી, આવત કુસુમ સુવાસ;
બોલત મોર કોકિલા કુહુકત, જીયરો હોત ઉદાસ.  રાધે.૨
શ્યામ બજાવત મધુરી બાંસુરી, સુની હિય હોત ઉલ્લાસ;
ગાવત પરજ બિહાગ સોહની, અબ આલાપ્યો વિભાસ.  રાધે.૩
ઉઠ સખી સજ સિંગાર સલોની, ચલીયે શ્યામકે પાસ;
પ્રેમાનંદ કહે લેહું લાલસું, અધર સુધારસ હાસ.  રાધે.૪

મૂળ પદ

આજ વૃંદાવન રાસ રાધે દેખન જૈયે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી