એક તમે છો માને છે તમને સહુ મને આપો છો આનંદ હઠિલા બહું, ૧/૧

એક તમે છો માને છે તમને સહુ, મને આપો છો આનંદ હઠિલા બહું, 
તારી રીત ન્યારી તારી લીલા ભારી, અહો કેવા કરો છો ચરિત્રો તમે.  ટેક
કહું પાયે પડી અતિ અતિ રડી, કરો રક્ષા માયા થકી સર્વે ઘડી, એક એક ઘડી...              એક૦ ૧
તારા આપેલ સુખો નથી સહન થાતા, તારા દિવ્ય કાર્યો નથી સમજાતા, નથી જીરવાતા.. એક૦ ૨
કરૂ વિનતિ તારી વાલા સુણજે મારી, તારી માયા થકી રક્ષા કરજે મારી, મને દેજે તારી...  એક૦ ૩
હરિ મારે વિશે સર્વે જનો વિશે, અણું અણું વિશે એક તુંજ દિશે, રહું તારે વિશે...                એક૦ ૪
કહું રાડો પાડી તને દાડી દાડી, નથી ખેલો જીરવાતા તારા અનાડી, તૂંના દેતો પાડી...    એક૦ ૫
જ્ઞાનજીવન આવી પડ્યો શરણ તારી, તારૂ બિરુદ ધારી રક્ષા કરજે મારી, લેજે તું ઉગારી. એક૦ ૬

 

મૂળ પદ

એક તમે છો માને છે તમને સહુ

મળતા રાગ

આજ સ્વપ્નામાં આવ્યાતા.

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી