પદ ૧૭૩૪ મું. ૨/૨
કાન કાનન મધુરે સ્વર બંસી બજાઇ, સુનતે સુધ બિસરાઇ. કાન. ટેક
અડાનેકી આછી તાનન, સોરઠ સુનત સોહાઇ;
મન ભાઇ સુધરાઇ ગાઇ શ્યામ છબીલે, કાફીકી છબ છાઇ. કાન. ૧
કેદારો કર કર કાન, ગાઇરે ખમાચી તાન મન ભાઇ;
બીહાગ બજાઇ રીઝાઇ પ્યારે, નાયક નાયિકી તાન સુનાઇ. કાન. ૨
સુનાઇ સોહાની શ્યામ … … … … …… ..
… … … પરજ સુનત મેરો, જીયરો અકરાઇરી. કાન. ૩
માલકોસ પંચમકી તાન, ભૈરવકી છબ ભોરહીં આઇ* ;
પ્રેમાનંદ કહે ચૌદે રતન રાગ, ગુરુ ગમ બિનાહું ન પાઇ . કાન. ૪
· ઉપરના પદમાં ત્રણ કડીઓ છે, પરંતુ આ પદમાં લેખકોની ગડબડથી લીટીઓમાં
ભેળસેળ થઇ ગઇ જણાય છે, અને સ્પષ્ટ પણે કડીઓ સમજાતી નથી, બેય પ્રતોમાં
બે રીત છે. વૃત્તાલયની પ્રતમાં આમાં આપ્યા મુજબ ચાર કડીઓ ગોઠવેલી છે,
ને ત્રીજી કડીની અડધી કડી તેમજ બીજા અર્ધામાનો કાંઇક ભાગ ગુમ તરીકે જણાવેલ
છે. જ્યારે ગઢપુરની પ્રતમાં નીચે પ્રમાણે ગોઠવેલું છે.
કાન કાનન મધુરે સ્વર બંસી બજાઇ, સુનતે સુધ બિસરાઇ. કાન. ટેક
અડાનેકી આછી તાનન, સોરઠ સુનત સોહાઇ મન ભાઇ;
સુધરાઇ ગાઇ શ્યામ, કેદારો કહ કર કાન, છબીલે કાફીકી છબ છાઇ. કાન ૧
ગાઇરે ખમાચી તાન પ્યારે, બીહાગ બજાઇ રીઝાઇ મનભાઇ;
નાયક નાયિકી તાન સુનાઇ સોહની શામ, પરજ સુનત મેરો
જીયરા અકલાઇરી કાન. ૨
માલકોસ પંચમકી તાન, ભૈરવકી છબ ભોરહીં આઇ મનભાઇ;
પ્રેમાનંદ કહે ચૌદે રતન રાગ, ગુરુ ગમ બિનાહું ન પાઇરી. કાન. ૩