જાઇને કહીશ મારી માડીનેરે, હો ધુતારા મોહન મેલ પાલવડો ૪/૮

પદ ૧૮૨૪ મું.૪/૮
 
જાઇને કહીશ મારી માડીનેરે, હો ધુતારા મોહન મેલ પાલવડો .  ધુતા. ટેક
હાર તોડે ને મારી હેલ ફોડે છે, આવી બાઝે છે ડોટ કહાડીને રે  ધુતા. ૧
આંખડી મારીને મને કીધી છે આંકળી, ગિરિધર ઘુંઘટ ઉઘાડીને રે  ધુતા. ૨
તાણીને ત્રિકમ કટકાં કીધી, નવરંગ ચુનડી ફાડીને રે.  ધુતા. ૩
પ્રેમાનંદના વહાલા કીધી વશ, વિઠ્ઠલ વેણ વજાડીને રે.  ધુતા. ૪ 

મૂળ પદ

ગીરધર ઘેલું ન બોલીએરે. હો નંદના કુંવર છેલ ગુમાનીડા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી