કામણ મુજને કીધલા રે, હો રસિયા કામણગારા કાનજી૮/૮

પદ ૧૮૨૮ મું.૮/૮

કામણ મુજને કીધલા રે, હો રસિયા કામણગારા કાનજી રસિ. ટેક
આંખડલીની સાનમાં મીઠડા, ચિત્ત ચોરીને લીધલા રે .  રસિ. ૧
વાંસલડીમાં વાઇને વિઠ્ઠલ મીઠડાં ગોરસ પીધલા રે .  રસિ. ૨
અલબેલા આલિંગન લેઇને, સુખડા અલૌકિક દીધલા રે.  રસિ. ૩
પ્રેમાનંદના વહાલા તમને મળતાં કારજ સરવે સિધલાં રે.  રસિ. ૪

મૂળ પદ

ગીરધર ઘેલું ન બોલીએરે. હો નંદના કુંવર છેલ ગુમાનીડા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી