આવો શામળિયા ગિરધારીરે, નાગર નંદલાલા જોવું જીવનજી છબી તારી રે૧/૪

 પદ ૧૮૨૯ મું.- રાગ ગરબી૧/૪

આવો શામળિયા ગિરધારીરે, નાગર નંદલાલા
જોવું જીવનજી છબી તારી રે. નાગ. ટેક
મોલીડું જોઇને મન મોહી રહ્યું છે, છોગલિયાપર વારીરે. નાગ. ૧
ભાલ તિલક કેસરનાં વિરાજે, કુંડલ મકરાકારીરે . નાગ. ૨
હસવું જોઇને મારે હેત બંધાણું, વહાલી લાગે છે વાણી તારી રે. નાગ. ૩
પ્રાણજીવન તારી બાનક ઉપર, પ્રેમાનંદ બલિહારી રે. નાગ. ૪
 

મૂળ પદ

આવો શામળિયા ગિરધારીરે, નાગર નંદલાલા જોવું જીવનજી છબી તારી રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી