જોયા જેવા છો કુંજવિહારી રે. છેલવર છોગાલા૨/૪

પદ ૧૮૩૦ મું.૨/૪

જોયા જેવા છો કુંજવિહારી રે. છેલવર છોગાલા;

તારી શોભા લાગે છે ઘણી સારી રે . છેલ.ટેક

જરકસી પાઘ જરકસી જામા, જરકસી પટકા ભારીરે. છેલ . ૧

ફૂલડાના હાર બાજુબંધ શોભે, આંખડલી કામણગારીરે. છેલ. ૨

નૌતમ જોબન નાથ તમારું, જોઇને મગન વ્રજનારીરે. છેલ. ૩

પ્રેમાનંદના નાથ રસીલા, જીવન દોરી છો મારીરે. છેલ. ૪

મૂળ પદ

આવો શામળિયા ગિરધારીરે, નાગર નંદલાલા જોવું જીવનજી છબી તારી રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી