અલબેલા આતમરામ કે પ્રીતમ પાતળિયા૩/૪

 પદ ૧૮૩૫ મું.૩/૪

અલબેલા આતમરામ કે પ્રીતમ પાતળિયા;
તમે છો મારા જીવનપ્રાણ સુંદરવર શામળિયા.          ૧
મુને લાગ્યો તમારો નેહ કે નટવર નાનડિયા;
મારા જન્મ સંગાથી નાથ જીવડલા સાથે જડિયા.        ૨
કરી રાખું હૈડાના હાર હરિ હવે નહીં મેલું ;
મેં તો તમ સંગ પ્રીતમપ્રાણ જાણીને બાંધ્યું બેલું.       ૩
તમ વિના સ્નેહી શ્યામ વહાલુ બીજું નહીં રાખું;
તમ ઉપર સુંદર નેણ પ્રાણ વારી નાખું.                     ૪
તમે રહો મારે મંદિર માવ કરો રૂડી વાતલડી ;
વહાલા પ્રેમસખીનાં નાવ ઠારો મારો છાતલડી.          ૫
 

મૂળ પદ

આવો જીવન જાદવરાય જોવું તારી મૂર્તિ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી