અલબેલા આવો રે આજ મારે આંગણે જો, ૧/૪

 પદ ૧૮૩૭ મું.- રાગ ગરબી ૧/૪

પાતળિયાજી પગલાં માંડો પ્રેમનાં જો; એ ઢાળ છે.
અલબેલા આવો રે આજ મારે આંગણે જો ;
પુરો મારા હૈડાની હામ જો                               અલ. ટેક
હળવાને ભરજોરે પગલાં હેતમાં જો ;
આવો મારા વહાલા પૂરણકામ જો.                  અલ. ૧
શેરીઓ વાળીને મેં તો સજ કરી જો;
ફૂલડાંને વેર્યાં છે ઉભી વાટમાં જો.
કેસરને કુમકુમનાં છાંટ્યા છાંટણાં જો;
મારો વહાલોજી પધારે તે માટ જો.                  અલ. ૨
અગર ને ચંદને લીપ્યા ઓરડા જો;
મોતીડે કંઇ પુર્યા છે ચોક જો;
મોંઘેને મળીયાગરે લીંપ્યા લાડમાં જો;
વહાલા તમને પધરાવ્યાના ગોખ જો.             અલ. ૩
ફૂલડેને સમારી વહાલાજીની સેજડી જો;
મેવાને મીઠાઇયુંના નહીં પાર જો.
પ્રેમાનંદના સ્વામી જોવું વાટડી જો;
આવો મારા હૈડાકેરા હાર જો .                         અલ. ૪
 

મૂળ પદ

અલબેલા આવો રે આજ મારે આંગણે જો, પુરો મારા હૈડાની હામ જો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

પાતળિયાજી પગલાં માંડો પ્રેમનાં જો; એ ઢાળ છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય


Studio
Audio
0
0