આનંદ વાધ્યોછે રે કે મોહનજી મળતાં૩/૮

પદ. ૧૮૪૩ મું.૩/૮

આનંદ વાધ્યોછે રે કે મોહનજી મળતાં; તમ સાથે હળવે રે કે હેત કરી હળતાં.     ૧
જોયું રૂપ તમારું રે કે રંગડાંના રાતા; મનને ગુમાને રે કે મોહન છો માતા.             ૨
જોબનનાં પુરા રે કે શૂરા સંગ્રામે; પરનારીને મોવા રે કે ચઢિયા છો ભામે.             ૩
વહાલપના વેલા રે કે ઘેલા ગોવાળા; રંગડાના રેલા રે કે છેલા છોગાળા.              ૪
મતબલના ગરજી રે કે હરજી હેતુ છો; વ્રજનારીના જીવન રે કે સુખના સેતુ છો.     ૫
માણીગર માણો રે કે જાણો પ્રીતલડી; વહાલા પ્રેમસખીના રે કે રસની રીતલડી.   ૬

મૂળ પદ

ગુણવંતા રે કે ગોઠડલી કીજે;આવો એકાંતે રે કે આલિંગન લીજે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી