જમુનાજીમાં જાદવ દીઠા રમતા જો૨/૪

પદ ૧૮૫૦ મું.૨/૪
 
જમુનાજીમાં જાદવ દીઠા રમતા જો;મારા મનમાં અતિ ઘણા ગમતા જો. 
વ્રજવાસી સખી સહુ સંગમાં જો;રંગભીનો રમે છે બહુ રંગમાં જો. 
રૂડા લાગે રસિયોજી ખેલતા જો;વહાલો એક બીજાને ઠેલતા જો. 
બલ સબલ શ્રીદામ બહુ સુરમાં * જો;રમે મધ્યે જમુનાજીના પૂરમાં જો. 
રમે વચમાં આવીને અલબેલડો જો;પ્રેમસખીનો નાથ બહુ છેલડો જો. 

*”શૂરમાં' પાઠાન્તર છે 

મૂળ પદ

વંદ્રાવનમાં વહાલે વજાડી વાંસલી જો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી