અલબેલોજી આનંદમાં દીઠડા જો૩/૪

 પદ ૧૮૫૧ મું.૩/૪

અલબેલોજી આનંદમાં દીઠડા જો;
મેં તો મગન થઇને લીધાં મીઠડાં જો.             ૧
વહાલો હસતા રમતા ને હેતે ગાવતા જો;
મારા તનના તે તાપ સમાવતા જો .               ૨
આમા સામા સખા સંગ ખેલમાં જો;
મંડ્યા રમવા રસિયો રંગરેલમાં જો .               ૩
ઉભા જળમાં ઉછાળે જળ જોરમાં જો;
મેં તો નિરખી રાખ્યાં નેણાની કોરમાં જો.         ૪
જેજેકાર થાયે ને ગોપી ગાય છે જો;
પ્રેમસખીનો નાથ રૂડા ન્હાય છે જો.                  ૫

મૂળ પદ

વંદ્રાવનમાં વહાલે વજાડી વાંસલી જો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી