હરિને નીરખ્યા રે નેણે, વહાલાને વરણવું સુંદર વેણે ૨/૬

હરિને નીરખ્યા રે નેણે, વહાલાને વરણવું સુંદર વેણે;
	શ્યામ શરીરે રે શોભે, આજાન બાહુ ચિત્તડાં લોભે	...૧
મૂર્તિ ઊંચી રે વખાણું, સવા ચોસઠ તસુ પરમાણું;
	સુંદર શોભે રે શરીરે, પીત પટ પહેર્યાં છે બળવીરે	...૨
ઘેરે સાદે રે ગાજે, સાંભળી મેઘ નગારાં લાજે;
	હસતાં આવે રે પાસે, કેસર સરખો સુગંધ શ્વાસે	...૩
કૌતુહલના રે ભરિયા, જોગ કળાના પૂરણ દરિયા;
	બ્રહ્મવિદ્યાના રે સ્વામી, આવા રૂડા પ્રેમસખી વર પામી...૪
 

મૂળ પદ

શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0