ચરણ હરિનાં રે શોભે, જોઈ જોઈ મુનિમન મધુકર લોભે ૪/૬

ચરણ હરિનાં રે શોભે, જોઈ જોઈ મુનિમન મધુકર લોભે;
	છબી અલૌકિક રે ન્યારી, સોળે ચિહ્ન તણી બલિહારી		...૧
મચ્છ તે મહા સુખ રે આપે, ત્રિકોણ ગોપદ દુ:ખડાં કાપે;
	કળશ ધનુષને રે ધારે, વ્યોમ તે તાપ હૈયાના ઠારે		...૨
અર્ધચંદ્ર ઊગ્યો રે ભારી, સ્વસ્તિક અષ્ટકોણ મંગલકારી;
	જવ ને જાંબુ રે વિરાજે, વજ્ર ધ્વજ અંકુશ અતિ છાજે	...૩
અંબુજ શોભા રે સારી, લાગે ઊર્ધ્વરેખા અતિ પ્યારી;
	શુક જેવા જોગી રે વિચારે, નિત્ય ઊઠી પ્રેમસખી ઉર ધારે	...૪
 

મૂળ પદ

શોભા શી કહું રે રૂડી, વરણન કરતાં જાય ચિત્ત બૂડી

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
0
0