ઓરા આવો સુંદર શ્યામ રે પુછું વાતલડી૧/૪

 પદ ૧૮૮૩ મું. –રાગ ગરબી.૧/૪

ઓરા આવો સુંદર શ્યામ રે પુછું વાતલડી;
ક્યાં જીત્યા ચતુર સંગ્રામ રે રંગભર રાતલડી.
ક્યાં કીધા અધરરસ પાન રે રસિયા રંગ રમતા;
કુણ મળી ચતુર એવી કાન રે થયા હરિ મન ગમતા.
કેઇ રીતે કીધા સનમાન રે ચતુરવર પાતળિયા;
કેમ વણ્યાં રસિક એવાં વાન રે સુંદર શામળિયા.
કેઇ રીતે દેખાડ્યા દાવ રે, વહાલપ વેણાંમાં;
કેઇ રીતનાં કીધાં હરિ ભાવ રે સુંદર નેણામાં.
કેઇ રીતની સમજાવી સાન રે હસી લીધી તાળી;
તે સાનમાં થયા છો ગુલતાન રે મોહન વનમાળી.
કેઇ રીતે મટ્યા સર્વે ખેદ રે, મોહન મરમાળા;
પ્રેમસખી પુછે એ ભેદ રે છેલવર છોગાળા.

 

 

મૂળ પદ

ઓરા આવો સુંદર શ્યામ રે પુછું વાતલડી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી