અલબેલા આવો રે રમિયે એકાંતે૧/૪

 પદ ૧૮૮૭ મું.- રાગ ગરબી.૧/૪

અલબેલા આવો રે રમિયે એકાંતે;
મનડું મારું મોહ્યું રે મોલીડાની ભાંતે.               ૧
રસિયા મને લાગો રે હરિ તારો ચટકો;
મારા મનડાં માઇ રે રાત દિવસ ખટકો.           ૨
મારે ચિત્તડે ચોંટી રે મોહન છબી તારી;
તારા લટકાં ઉપર રે વાલમ જાઉં વારી.          ૩
તમ અરથે રસિયા રે લોક લજ્યા મેલી;
જોયા વિના તમને રે શ્યામ ફરું ઘેલી.             ૪
હું તો ઘાયલ થઇ છું રે મરમાળે વેણે;
મારું ચિતડું વિધ્યું રે અણિયાળે નેણે.               ૫
સંદેશો ઉપજ્યો રે વાલમ કહેવાને;
વહાલા પ્રેમસખી તલખે રે ભેળી રહેવાને.       ૬
 

મૂળ પદ

અલબેલા આવો રે રમિયે એકાંતે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી