એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો, ૧/૪

પદ ૧૮૯૧ મું. – રાગ ગરબી૧/૪

એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો,
ચિતડા શુ લલચાવો.  એક.ટેક
વાટડી જોઉ છું તારી, વહેલા આવો ગિરિધારી;
ભોળાને શું ભરમાવો રે.  વહાલા. ૧
બીજે તે જાઓ છો ઠાલા, અમશું બોલોને વહાલા ;
અમ સાથે શો દાવોરે.  વહાલા. ૨
મરમાળે વેણે હરિ, કામણગારે નેણે કરી;
સાનમાં શું સમજાવો રે .  વહાલા. ૩
આજ કાલ કહીને હરિ, કોલ દઇને જાઓ છો ફરી;
જીવડલો શું તરસાવો રે .  વહાલા. ૪
ઘોડલા ખેલાવા આવો, વહાલા મારે મન ભાવો;
પ્રેમસખી સાથે લાવો રે .  વહાલા. ૫

મૂળ પદ

એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ




હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ






Studio
Audio
0
0