મંદિર પધાર્યા સ્વામીરે, સાહેલી મારે મંદિર૪/૪


મંદિર પધાર્યા સ્વામી રે, સાહેલી મારે, મંદિર પધાર્યા સ્વામી;
	દુ:ખ સર્વે દૂર વામી રે	...સાહેલી૦ ટેક.
કપૂરે આરતી કરી, મોતિડાંનો થાળ ભરી;
	વધાવ્યા અંતરજામી રે	...સાહેલી૦ ૧
પે’રાવ્યા ચંપાના હાર, પગે લાગી વારંવાર;
	ચરણે મસ્તક નામી રે	...સાહેલી૦ ૨
સેજડી સંવારી ખાંતે, ભોજનિયાં રાંધ્યાં છે ભાતે;
	નોતર્યા અક્ષરધામી રે		...સાહેલી૦ ૩
વ્યંજન થાળ આગે ધરી, પ્રીત શું જમાડયાં હરિ;
	હવે મારે ન રહી ખામી રે	...સાહેલી૦ ૪
જમીને ઊઠયા દયાળ, પ્રેમસખીને આપ્યો થાળ;
	અંગો અંગ આનંદ પામી રે	...સાહેલી૦ ૫
 

મૂળ પદ

એકવાર મંદિર આવો વહાલાજી મારે, એકવાર મંદિર આવો,

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
અજાણ
Live
Audio
0
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
2
0
 
વિડિયો
નિરજ રાધનપુરા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0