આદિ માયા જગતની છે ઇશ, અતિશે પ્રચંડ ચડી છે રીસ.૩/૧૪

 પદ ૧૯૦૧ મું.૩/૧૪

આદિ માયા જગતની છે ઇશ, અતિશે પ્રચંડ ચડી છે રીસ.      
જાણે રાહુએ ઘેર્યો છે ચંદ, ક્ષીણ કળા થયો જગવંદ .                
મહા કોપમાં રાજેશ્વરી રાધા, શોક જીત્યાની લીધી છે બાધા.      
ભ્રકુટી ચંચલ નેણાં છે રાતા, મહા રીસમાં બોલી જગમાતા.        
દેખાડ આલી ક્યાં છે નંદલાલ, જોને હવે કરીશ એની હાલ.        
જે સાથે લાગ્યું એને તાન, એક ઘડીમાં ઉતારીશ માન.                
પ્રેમસખીનો વહાલો ગયા બીજે આશે, હવે એમાં જોયા જેવી થાસે.

 

મૂળ પદ

સાંભળ વાત કહું એક છાની, શ્યામ સુંદર વર નંદલાલાની.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી