આવ્યા તમે આવ્યા, ધામમાથી આવ્યા૨/૨

 

આવ્યા તમે આવ્યા, ધામમાંથી આવ્યા, અમારે માટે વાલા આવિયા, 
ફાવ્યા અમે ફાવ્યા, ભાગ્યશાળી કા'વ્યા, માયાથી અમને બચાવ્યા. ટેક
હતું નહિ પ્રભું અમોમાં તો કાંઇ, દયા કરી પ્રભુ આવ્યા તમો આંઇ, 
એતો લાગે છે અમને નવાઇ... પ્રભુજી અમારે૦ ૧
લાખો લોકોના જીવ સુખી કર્યા, એના મન-બુદ્ધિ મૂર્તિમાં ભર્યા, 
અલ્પ જીવ પણ મૂર્તિમાં ઠર્યા... પ્રભુજી અમારે૦ ૨
આતો સર્વોપરી પ્રતાપ તમારો, સર્વોપરી તૂં તો ધર્મનો દુલારો, 
મારો સર્વોપરી સુખે આવ્યો વારો... પ્રભુજી અમારે૦ ૩
આજ જ્ઞાનજીવન થયો ભાગ્યશાળી, મારી ચેતનાને મૂર્તિમાં વાળી, 
દીધો પ્રભુજીએ પ્રેમમાં પલાળી... પ્રભુજી અમારે૦ ૪

મૂળ પદ

રાખજો વાલા રાખજો, તમારા રાખજો

મળતા રાગ

ખેંચુ તારા ગાલો....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી