મોહી પાઘડલીને છેડેરે, ગિરિધરજી મોહી પાઘડલીને છેડે, મનડું ફરે તમ કેડેરે ૨/૪

૬૫૨   પદ ર/૪

મોહી પાઘડલીને છેડેરે, ગિરિધરજી મોહી પાઘડલીને છેડે, 

મનડું ફરે તમ કેડેરે; ગિરિ.ટેક.

નણંદી મારી સાન કરે છે, મોહન મળવાને તેડેરે, ગિરિ.૧

સાસુ સસરો ગામ ગયા છે, આવો અગાશીને મેડેરે,  ગિરિ.૨

ભુજ ભરી ભેટોને દુઃખડાં મેટો, વરસો વહાલા રંગ રેડેરે.ગિરિ.૩

પ્રેમસખી કે પ્રીતે વધાવું, નાથજી નવલ સનેહડેરે.ગિરિ.૪ 

મૂળ પદ

મોહન મૂરતિ તારી રે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી