ચાલી શ્યામ મંડળ મેલી, ત્રણ કરોડ ગોપી લીધી છે ભેળી૫/૧૪

પદ ૧૯૦૩ મું.૫/૧૪
 
ચાલી શ્યામ મંડળ મેલી, ત્રણ કરોડ ગોપી લીધી છે ભેળી. 
હાહાકાર થયો બહુ ઘોષ, રાણી રાધાજી ભરાણી છે રોષ. 
અતિ ઘણો શોક કરતી આવે નાર, લાખ ગોવાળિયા ઉભા છે દ્વાર. 
ગોવાળીએ સહુ આવતી ભાળી, ઉભી રહો ઉભી રહો કહીને ખાળી. 
રાધાજી બોલી જુવો છો શું આલી, જાવા ન પામે સહુ લ્યોને ઝાલી. 
રાધાજીની આજ્ઞા લઇને, ઝાલી લીધા ગોપી ભેળી થઇને . 
રીસમાં ભુલી ગોપી સુધ બુધ પ્રેમસખી કહે થયો મહા જુધ.  ૭ 

મૂળ પદ

સાંભળ વાત કહું એક છાની, શ્યામ સુંદર વર નંદલાલાની.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી