ગદગદ કંઠે બોલી પ્રાણ પ્યારી, નાથ વિસરજ્યો મા દાસી તમારી૧૪/૧૪

પદ ૧૯૧૨ મું.૧૪/૧૪
 
ગદગદ કંઠે બોલી પ્રાણ પ્યારી, નાથ વિસરજ્યો મા દાસી તમારી. 
ગુણ તમારા ને રૂપ તમારું, એમાં રેહેજો અખંડ ચિત્ત મારું. 
ચરણ કમળની ભક્તિ મુને દેજો, રાત દિવસ મારા નેણામાં રહેજો. 
જોતા જોતા જીવનપ્રાણ, ઢળી પડી ભુલી દેહ ભાન. 
વ્રજવાસી સાંભળો નરનારી, તે પુરુષોત્તમ પ્રગટ્યા મોરારી. 
એમાં તે ખોટી ન મળે લગાર, સમ ખાઇને કહું વારંવાર. 
પૂરણ પ્રીતે એ લીલા જો ગાશે, તો પ્રેમસખીનો નાથ તેડી જાશે.  ૭ 

મૂળ પદ

સાંભળ વાત કહું એક છાની, શ્યામ સુંદર વર નંદલાલાની.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી