આવોને અલબેલા રે વહાલા, વાટડી જોઉં તમારી રે.૧/૫

પદ ૧૯૧૩ મું. –રાગ ગરબી.૧/૫
આવોને અલબેલા રે વહાલા, વાટડી જોઉં તમારી રે.      આવો.ટેક
લટકામાં લટકાળારે વહાલા, વહાલમ વેણ વગાડી રે;
પ્રાણ હર્યો વાંસલડીને ચટકે, મોહન મોહની લગાડી રે.      આવો. ૧
મુખને મરકલડે આંખડલીને ચાળે, વશ કીધી વ્રજનારી રે;
અલબેલા આંખડલીમાં જીવન, ખટકો છો મોરારી રે.         આવો. ૨
મીઠે મીઠે વેણે કામણગારે નેણે, માર્યાં તે મોહના બાણ રે;
રાત દિવસ સ્વપ્નામાં મોહનજી, વિસરું નહિ જીવનપ્રાણ રે આવો. ૩
લટકંતી ચાલે બોલાવો છો વહાલે, મીઠી તે મુખની વાણી રે;
હાથને લટકે પીતાંબર પટકે, લાવણ્યમાં લોભાણી રે.        આવો. ૪
સુંદરવરની સુંદર શોભા, જોઇ મોહ્યું મન મારું રે;
પ્રેમસખીના રસિલા રે વહાલા, તન મન તમપર વારું રે.   આવો. ૫

મૂળ પદ

આવોને અલબેલા રે વહાલા, વાટડી જોઉં તમારી રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી