છેલ છબીલા છોગાળા વહાલા, તારા મુખડાંની મોહની લાગી રે૩/૫

પદ ૧૯૧૫ મું. ૩/૫
 
છેલ છબીલા છોગાળા વહાલા, તારા મુખડાંની મોહની લાગી રે;કમળ નેણ જોવાનેરે કાજે, સર્વે થયાં વેરાગી રે.  છેલ. ટેક
કેસર રંગે ઉઘાડે તે અંગે, રૂડા લાગો છો લાલ રે;મસ્તક તિલક કર્યા કેસરના, ટીબકડી રૂડી ગાલ રે.  છેલ. ૧
ફૂલડાંના હાર હિયે રૂડા શોભે, બાંધ્યા તે ફૂલડાના બાજુ રે;મસ્તક હાર કતાર ફૂલાની, છોગલિયાં બહુ કાજુ રે.  છેલ. ૨
સુંથણલી પહેરો મોહનજી, મનડાં અમારા મોવા રે;નાભી ઉંડી અનોપમ સુંદર, આવી છું જીવન જોવા રે.  છેલ. ૩
દરશન દેવાને દુઃખ હરી લેવા, આવી બેસો મારે બારે રે;ઝીણે ઝીણે વેણે કટાક્ષને નેણે, જીવનજી મુને મારે રે.  છેલ. ૪
પ્રાણ હર્યા પાતળિયારે વહાલા, * બોલી મીઠા મીઠા વેણ રે;પ્રેમસખીના પ્રાણજીવન મુને, લાગાં તમારાં નેણ રે.  છેલ ૫

*”પાતળિયેરે વહાલે “ પાઠન્તર છે. 

મૂળ પદ

આવોને અલબેલા રે વહાલા, વાટડી જોઉં તમારી રે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી