અલબેલા આવો મારે ઘેર, કે જાઉં તારે વારણે રે લોલ ૬/૮

અલબેલા આવો મારે ઘેર, કે જાઉં તારે વારણે રે લોલ;
	પહેરાવું ચંપા કેરા હાર, કે લાવી તમ કારણે રે લોલ...૧
રસિયા બાંધી રૂપાળી પાઘ, આંટો લેજો બેવડો રે લોલ;
	ઓરા આવોને સુંદર છેલ, કે ખોસું કેવડો રે લોલ...૨
લટકાં કરતાં આવો લાલ, શેરીના ચોકમાં રે લોલ;
	પ્રાણજીવન જોવાને કાજે, બેસીશ હું તો ગોખમાં રે લોલ...૩
આવીને બેસો મારે બાર, કરો રૂડી વાતડી રે લોલ;
	રસિયા જોઈ તમારું રૂપ, ઠરે છે મારી છાતડી રે લોલ...૪
લાલચ લાગી છે અલબેલ, મોહી છું તારા વેણમાં રે લોલ;
	આવો પ્રેમસખીના પ્રાણ, રાખું મારા નેણમાં રે લોલ...૫
 

મૂળ પદ

સજની પુછોને નંદજીનો લાલ કે કેમ ચંચળ થયા રે લોલ

મળતા રાગ

ઢાળ : વંદું સહજાનંદ રસરૂપ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પૂ.નિલકંઠચરણદાસજી સ્વામી - કલાકુંજ સુરત
પધારોને
Studio
Audio
0
0