સજની મનડે વાળી ગાંઠ તે છોડું કેમ કરી રે લોલ૮/૮

પદ ૧૯૨૫ મું.૮/૮

સજની મનડે વાળી ગાંઠ તે છોડું કેમ કરી રે લોલ;

ટાળી ન ટળે કરમની રેખ તેમ મારે હરિ રે લોલ. ૧

મન ક્રમ વચને ઝાલી હાથ હાલરે જેમ લાકડી રે લોલ;

તેમજ પ્રાણ સંગાથે લીધા મનમોહન જડી રે લોલ. ૨

તેલે પલાળીને વાળે જેમ ગાંઠ કે રૂડી હીરની રે લોલ;

સજની એમ પડી મારે આંટી કે મોહન આહીરની રે લોલ. ૩

જોતાં લોચન ત્રપત ન થાયે કે એવી ટેવ પડી રે લોલ;

સજની પ્રાણજીવન જોયા વિના ચાલે નહીં ઘડી રે લોલ. ૪

રસિયા સાથે લાગી પ્રીત કે દુઃખ સર્વે ટળ્યાં રે લોલ;

સજની પ્રેમસખીનો નાથ કે આજ અઢળક ઢળ્યા રે લોલ. ૫

મૂળ પદ

સજની પુછોને નંદજીનો લાલ કે કેમ ચંચળ થયા રે લોલ

મળતા રાગ

ઢાળ : વંદું સહજાનંદ રસરૂપ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
2
0